જંતર-મંતર - 14

(145)
  • 9.8k
  • 6
  • 6.8k

જંતર-મંતર ( પ્રકરણ : ૧૪ ) રીમાના બાવડે તાવીજ બાંધેલું જોઈને અમર કંઈક ખીજ સાથે બબડયો, ‘અરે, આવી અંધશ્રદ્ધા શું રાખવી....?’ એણે રીમાને સહેજ અળગી કરીને, પેલું તાવીજ ખોલવા માંડયું. રીમાને થયું કે પોતે આ રીતે અમરને તાવીજ ખોલતો અટકાવી દે. પરંતુ જાણે એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હોય, એમ એ કંઈ બોલી શકયો નહીં. અમરે તાવીજ ખોલી નાખ્યું. પણ તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમાની આંખો બદલાઈ ગઈ. એના શરીરમાં ઝનૂન ભરાઈ આવ્યું. એણે અમરને જોશથી હડસેલો મારીને પછાડયો અને પછી પોતે ઝડપથી બારણું ખોલીને બહાર દોડી ગઈ. અમર હિંમત કરીને બેઠો થયો....માંડ માંડ ઊભો થઈને રીમાની