તુલસી

(21)
  • 3.2k
  • 1
  • 879

તુલસી “અરે પણ, તુલસીનો રોપો કાંઇ વગડે ઉગાડાય..?” “ઇ તો ભગાબાપાએ વિચારવાનું હતું કે તુલસીને તો રુડા આંગણામાં રોપાય... કાંઇ બાવળીયાની વાડ્યમાં નો નાખી દેવાય..?” “ને ઓલ્યો મૂકલો તો આ બેય બાપ દીકરીને પડત્યા મૂકીને વયો ગ્યો... ભોગવવાનું તો આ બેઉને આય્વુ ને..!” રસ્તા પાસેથી હળવા પગલે પસાર થતા ભગાબાપાના કાને આ શબ્દો અથડાયા અને એના પડઘા ક્યાંય સુધી પડતા રહી ભગાબાપાની આંખોમાં ઝળહળીયા નીતરાવતા રહ્યા. પોતે કયા કામે બહાર જવા નીકળ્યા’તા ઇ ભૂલી જઈ કે પડતુ મૂકી ભગાબાપા નીચું માથું નાખી પાછા પોતાના ડેલાબંધ ખોરડે હાલતા થયા. આસપાસ ઊભા રહી ભગાબાપાને સંભળાવી દીધાનું હળવું હળવું દુ:ખ ભેળા થયેલા સૌ