છેલ્લી કડી - 7 - છેલ્લો ભાગ

(24)
  • 4.3k
  • 1
  • 1.6k

તો હવે આ કડી જેમ તેમ જીવ્યો-“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”સલામત ઉતાર્યા તો ખરા. હવે મારા પ્રિય ગીતની એક જ આખરી કડી મારે જીવવાની બાકી રહી- “વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”દૂર દેશ, કોઈ અજાણ્યા, કદાચ કોઈ પણ દેશ નથી તેવા દેશે કે સ્થાને તો સહુને પહોંચાડયા.સમય સાથે નહિ તો મોડામોડા પણ, મારી સાથે ઉડે એને ઘેર જરૂર પહોંચાડવા માટે. જો બધી કડીઓ જીવ્યો તો આ છેલ્લી કડી કેમ બાકી રહેશે?લાંબા સમયથી હું એકલો અટુલો રાહ જોયે રાખતો હતો. ઉપરથી વિમાનો પસાર થયેલાં પણ