જંતર-મંતર - 12

(170)
  • 9.7k
  • 6
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : બાર ) રીમાની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....દયાથી એણે રીમાને પૂછયું, ‘રીમા, હવે તબિયત કેમ છે ?’ ‘ઠીક છે, ભાભી...!’ કહેતાં એની આંખો ભરાઈ આવી. હંસાની આંખોમાં પણ ત્યાં સુધી ઝળઝળિયાં આવી ગયાં હતાં. પણ પછી રીમાની હાલતનો વિચાર આવતાં એણે કાળજું કઠણ કરવું પડયું. પોતાનાં આંસુઓ પી જતી હોય એમ એણે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને પછી એ બોલી, ‘રીમા,