(પાછલા ભાગમાં જોયું કે ડૉ હેલ્મ ના લેબ માં થયેલ ચોરીની પાછળ નું રહસ્ય શું હતું કેવી રીતે યુલરે તે ચોરીને અંજામ આપ્યો હતો.સિરમે સાયમંડ ને બંગલો , ગાડી બધું આપ્યું પણ તેની બાદશાહી ફક્ત બે દિવસ ટકી અને શ્રેયસે તેનું મર્ડર કરી નાખ્યું હવે આગળ ) બીજે દિવસે સવારે જયારે આ સમાચાર સિરમને મળ્યા ત્યારે તેની આંખો ક્રોધથી લાલ થઇ ગઈ . કોઈએ સાયમંડ ને મારીને તેને ચેલેન્જ આપી હોય તેવું લાગ્યું . એટલામાં તેની આસિસ્ટન્ટ ઇયા ત્યાં આવી , સિરમને આટલો ક્રોધમાં જોઈને તે ડરી ગઈ છતાં તેણે સ્માઈલ આપતા કહ્યું શું થયું સર આજે બહુજ ગુસ્સામાં