જંતર-મંતર ( પ્રકરણ : અગિયાર ) રીમા ધૂણી-ધૂણીને હાંફી ગઈ હતી. એનું શરીર ખૂબ થાકી ગયું હતું. એ જમીન ઉપર પડી પડી જોશ જોશથી શ્વાસ લેતી હતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એના ચહેરા ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા. ફકીરબાબાએ એને ચૂપચાપ પડી રહેવા દીધી. એમને હવે એક રહસ્ય તો મળી જ ગયું હતું કે, રીમાના શરીરમાં સિકંદર નામની કોઈ આત્મા ભરાઈ છે. એમણે પાણીનો એક ગ્લાસ મંગાવ્યો અને ચૂપચાપ આંખો મીંચીને, પઢવાનું શરૂ કર્યું. પઢતાં-પઢતાં વચ્ચે-વચ્ચે આંખો ખોલીને ફકીરબાબા પાણીમાં ફૂંક મારતા જતા હતા. થોડીકવાર સુધી પઢીને, પાણી ફૂંકી એમણે મનોરમાબહેનને આપતાં કહ્યું, ‘આજે