મહેકતા થોર.. - ૧૭

(23)
  • 3.8k
  • 6
  • 1.5k

ભાગ - ૧૭ ( આગળના ભાગમાં આપણે જોયું કે બધાની રતીમા હકીકતમાં તો વ્રતી નામધારી એક સ્ત્રી છે, વ્યોમ આના વિશે જાણવા પ્રયત્ન કરે છે હવે આગળ.....) સવારે ઉઠી વ્યોમ પોતાના મનમાં ચાલતા પ્રશ્નો સાથે જ દવાખાને પહોંચ્યો. દર્દીઓને તપાસતો હતો ત્યાં કાલે સાપ કરડ્યો હતો એ છોકરીના પિતાજી મગનભાઈ દાખલ થયા. આવીને બોલ્યા, "સાયબ, કાઈલ હારુ તમારા પગી પડું સુ, હવી કોઈદી આવું ની થાય...." ને એ હાથ જોડતા વ્યોમને પગે લાગવા જતા હતા. વ્યોમ બોલ્યો, "અરે ભાઈ એ રેવા દો ચાલશે... ને હવે છોકરીને કેમ છે...." મગનભાઈએ જવાબ આપ્યો, "હજી તો સેરના મોટા દવાખાનામાં દાખલ સે, પણ બસી