જંતર-મંતર - 10

(166)
  • 11.6k
  • 6
  • 7.2k

જંતર-મંતર ( પ્રકરણ : દસ ) રીમાને એ અદૃશ્ય પુરુષે એક જોરદાર ઝાપટ મારી ત્યારપછી રીમા જમીન ઉપર ઊથલી પડી હતી અને બેભાન બનીને ચત્તીપાટ જમીન ઉપર પડી હતી. એને ઉઠાવીને પલંગ ઉપર નાખવાના પ્રયત્નો નકામા નીવડયા હતા. એનું વજન એક હાથણી કરતાં પણ વધારે થઈ ગયું હતું. બબ્બે ડૉકટરો પણ રીમાની હરકતોથી ડરીને ભાગી છૂટયા હતા. ત્યારબાદ હંસાએ જ હતું, ‘આ રોગ હવે કોઈ વૈદ્ય કે ડૉકટરથી નહીં મટે. આપણે હવે આનો ઈલાજ કરાવવા માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીર પાસે જવું પડશે.’ હંસાની વાત બધાને ઠીક લાગી. પોતાની દીકરીને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે એ જાણીને રીમાના મા-બાપને મનમાં