આશરો

  • 2.5k
  • 888

ઘરના આંગણે એક સફેદ વાન આવીને ઉભી છે. ગામ ના નાના બાળકો એ વાનના ફરતે ફરી રહ્યા છે. પાડોશમાં રહેતા રાવજીભાઇ વાનમા આવેલ પેલા માણસ સાથે વાતો કરી રહ્યા છે. ઘરમાથી એક કેડેથી નમેલી વાંકી ચાલતી ડોશી ધીરે ધીરે ડગ માંડતી આવી રહી છે. લખુ ડોશી, એના એક હાથમા લૂગડાંની એક ખાલી થેલી છે ને બીજા હાથમાં પાતળી લીમડા ની સોટી. એ સોટી નાં ટેકે એ ચાલતી આવી રહી છે. ત્યાં જ રાવજીભાઇ ના પત્ની આવી પહોંચ્યા અને લખુ ડોશીનો હાથ પકડતા બોલ્યા, લખુ ડોશી આજ તો તમે નવી સાડી પહેરી લાગે છે અને માથાના વાળ પણ ચમકે છે લાગે