અણબનાવ - 4

(56)
  • 5.6k
  • 2
  • 3.4k

અણબનાવ-4 વિમલની કારમાં ત્રણે મિત્રો ગીરનારનાં રસ્તે આગળ વધ્યાં.બપોરનો સમય હતો એટલે રસ્તો શાંત અને માનવવિહોણો હતો.વિમલનું ધ્યાન કાર ચલાવવામાં હતુ, આકાશ માટે તો આ રસ્તો જાણીતો હતો અને રાજુ આ રસ્તાની આજુબાજુ વહેતા દ્રશ્યોને દિવસનાં અજવાળામાં ઘણાં સમય પછી જોઇ રહ્યોં હતો એટલે એકીટસે બધુ જોઇ રહ્યોં હતો.ગીરનાર દરવાજાથી જ શહેરી વાતાવરણનો ધમધમાટ જંગલની શાંતિમાં સમી જાય છે.થોડા આગળ જતા જમણી તરફ એક ટેકરી પર દુર દેખાતું વાઘેશ્વરી માતાનું મંદિર અને પછી તરત જ ગાયત્રી મંદિરનાં પગથીયા દેખાયા.હવે રસ્તાની બંને બાજુએ જુના-નવા મકાનો સતત આવ્યાં.પણ પછી એક વળાંક આવ્યો,ત્રણ રસ્તા આવ્યાં જયાં એક રસ્તો સ્મશાનનાં દરવાજા