વાર્તા:-સેવા લેખક-જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.97252 01775 " એ રમણિયા એ રમેશિયા ક્યાં ખોવાઇ ગયા છો અલ્યા મારી અંતિમ ઘડી આવી ગઇછે હવેતો મળવા આવો." સવારથી જેઠાભા નું આ રટણ ચાલતું હતું.જેઠાભા અઠવાડિયા થી પથારીવશ હતા.ડૉકટરે કહ્યું હતું કે દાદા બે દીકરાઓ ને મળવા તરસી રહ્યાછે.દીકરાઓને ફોન કરીને બોલાવો. મોટો દીકરો રમણ હૈદરાબાદ રહેતો હતો.કમ્પ્યુટર એન્જિનિયરિંગ સારા ટકાએ પાસ કર્યા પછી તેને ઊંચા પગારની જૉબ મળી હતી.તે પછી જેઠાભાએ તેને પરણાવ્યો અને પરણ્યા પછી વહુને લઇને જ હૈદરાબાદ રહેવા ચાલ્યો ગયો. નાનો દીકરો રમેશ એમ.કોમ.સુધી ભણ્યો હતો.તેને મુંબઇ નોકરી મળી.તે પણ પરણ્યા પછી વહુને લઇને મુંબઇ રહેવા જતો રહ્યો.બંને દીકરાઓ માબાપને પૈસા