એ બાળપણ ની યાદો

  • 7.6k
  • 1.3k

*એ બાળપણ ની યાદો* વાર્તા.. ૩૦-૧૧-૨૦૧૯ આણંદ પાસેનું નાનું એક ગામડી ગામ.... ગામડી ગામમાં બધી જ જ્ઞાતિઓના માણસો રહેતા હતા... બ્રહમપોળમા રહેતી ભૂમિકા.... ભૂમિકા ના ઘરની સામે ભારતી દિદી નું ઘર હતું.... ભારતી દિદી ને ત્રણ સંતાનો હતા... ભૂમિકા ને એમનાં ઘરે સારું ફાવતું હતું... ભૂમિકા થી ત્રણ મોટા ભાઈ હતા એ સૌથી નાની હતી એટલે લાડકોડથી ઉછરેલી હતી અને થોડી તોફાની પણ... ફળિયામાં જ ભૂમિકા ના કાકા, બાપા રહેતાં હતાં... બ્રહ્મપોળ ની સામે જ ખ્રિસ્તી લોકો નું ફળિયું હતું વચ્ચે ખુલ્લુ મેદાન અને એક ટેકરો હતો અને બાજુમાં સેતૂર નું ઝાડ, આંબલી નું ઝાડ અને મેંદી ની વાડ હતી..