મહેકતા થોર.. - ૧૬

(18)
  • 3.1k
  • 4
  • 1.4k

ભાગ-૧૬ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને રતીમાને જોવાની તાલાવેલી જાગી કે કોણ છે આ રતીમા... હવે આગળ....) વ્યોમ ચાવી લઈ દવાખાના તરફ ચાલ્યો, દવાખાનાના ઓટલા પર કાળુનો હાથ પકડી એક સ્ત્રી બેઠી હતી. બધા જેને રતીમા કહે છે તે આ જ. માથા પરથી લોહી નીકળતું હતું છતાં ચહેરા પર જરાય વર્તાતું ન હતું. વ્યોમે તેના ચહેરા તરફ જોયું. રતીમા કહી શકાય એટલી એની ઉંમર ન હતી. હજુ ચાલીસ પણ પુરા નહિ થયા હોય. આવડી આ સ્ત્રીને બધા મા કહીને કેમ સંબોધતા હશે ? બંગાળી ઢબની ખાદીની સાડી પહેરી હતી, ચહેરા પરથી બહુ સમૃદ્ધ ઘરની હશે એવું લાગતું હતું. ચહેરો