કળયુગના ઓછાયા -૪૩ (સંપૂર્ણ)

(165)
  • 3.5k
  • 2
  • 2k

શ્યામ આમતેમ જોઈ રહ્યો છે...કેયાને શોધવા માટે... એકદમ સરસ રીતે ચાલી રહેલી વિધિમાં કંઈ પણ ખલેલ વિના કેયા નું ગાયબ થવું.... તેને થોડો આમતેમ જોતો જોઈને અનેરી તેને ઈશારામાં શું થયું એવું પુછે છે ‌.... શ્યામ ફક્ત કેયાની ખાલી જગ્યા બતાવે છે... અનેરી એકદમ ગભરાઈને કંઈ બોલવા જાય છે ત્યાં જ તે તેને રોકે છે...અને વિધિમાં ખલેલ ન પહોંચાડવા માટે કહે છે....પણ શું કરવું એ માટે વિચારી રહ્યો છે... ગુરૂજી અને બીજા એ વ્યક્તિ બંનેની આંખો તો બંધ છે.‌..અને સાથે જ બાકી બેઠેલા દરેક વ્યક્તિ પણ આંખો બંધ કરીને મંત્રો બોલી રહ્યા છે.... શ્યામ વિચારે છે કંઈ પણ બોલ્યા વિના