વાચક મિત્રો,અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 1)’ વિષય પરના લેખમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવા શું કરવું પડે? અને અપેક્ષિત વૃદ્ધિ દર કઇ રીતે મેળવી શકાય? તે બાબતે ચર્ચા કરીશું.ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે?ભારતના અર્થતંત્રનું કદ વર્ષ – 2014ના આંકડાઓ મુજબ $1.8 ટ્રિલિયન હતું અને આપણે અગાઉના લેખમાં જોઇ ગયા તે