Night@Highway

(44)
  • 4.2k
  • 2
  • 1.2k

એ રાત તેની જિંદગી ની લાંબામાં લાંબી રાત હતી..! હિમાંશુ એક મોડી રાત્રે હાઇવે પરથી જઇ રહ્યો હતો. પપ્પા એ કોલેજ વખતે ગિફ્ટ કરેલી જૂની ખખડધજ કાર જેમાં એકદમ મોટા અવાજે સોનુ નિગમનું "અબ મુઝે રાત દિન..."ગીત ફુલ બેઝપર વાગી રહ્યું હતું, સાથે સાથે તે પણ લીપસિંક કરી રહયો હતો, વળી ક્યારેક પોતાનો હાથ બારીની બહાર કાઢી હવામાં હલાવતો રહેતો, એ તેનું ફેવરિટ ગીત હતું, હંમેશા એ જ વાગતું ગાડીમાં, કદાચ તેના ફોનમાં એ એક જ ગીત હોઈ શકે. તે પોતાની મસ્તીમાં જઇ રહ્યો હતો અને આજે બહુ ખુશ પણ દેખાતો હતો, અને હોઈ પણ કેમ નહીં..! આજે તેના લગ્નની