આપણે વારંવાર સાંભળીએ છીએ કે, આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક છે, પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે અને તે મુજબ જ જીવે છે. આ વાતની ખાતરી ત્યારે થાય કે જ્યારે તેમના કેટલાક રીતરિવાજોનો અભ્યાસ કરીએ અને પ્રકૃતિના સિધ્ધાંતો સાથે તેની સરખામણી કરીએ. આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય, ઘંટી ફેરવવી ,હળ ચલાવવું કે ચાકડા પર માટીના વાસણો બનાવતી વખતે ગતિ હંમેશાં ઘડીયાળની વિરુધ્ધ દિશામાં- એટલેકે જમણેથી ડાબી બાજુ હોય છે. આ ઉપરાંત આદિવાસીઓના પૂજાના અનુષ્ઠાન, જન્મસંસ્કાર, લગ્ન અને મૃત્યુ સંસ્કારની વિધીઓમાં પણ જરૂરી ક્રિયાકર્મ જમણેથી ડાબી તરફ જ કરવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને પાણી આપતી વખતે જમણીથી ડાબી તરફ બેઠેલા મહેમાનોને પાણી આપીને દિશાની પરંપરાનું પાલન કરીને આતિથ્ય કરવામાં આવે