હજારો ખ્વાહિશે ઐસી...

  • 3.1k
  • 1
  • 764

હું માનસી શાહ. મુંબઈની રહેવાસી. મુંબઈના કમાટીપુરાનાં છેવાડે આવેલી મારી સામાજિક સેવા સંસ્થાની ઓફિસથી મારાં ઘર સુધી પહોંચતા કલાક થાય. ટ્રાફિક વધુ હોય તો દોઢ-બે કલાક તો ખરા! રોજીંદી ઘટનાઓ માટે ચિંતન-મનનનો આ સમય. ઘરે પહોંચી હું કોફીનો મગ હાથમાં લઇ બાલ્કની બહાર જોતી વિચારું છું આજની બનેલ ઘટના વિશે. સીમા મારી સામેની ખુરશી પર એની જિંદગીની જેમ જ સંકોચાઈને બેઠી હતી. એનાં અડધા બળેલા શરીર અને એવો જ ચહેરો જોવાથી હવે હું ટેવાઈ ગઈ છું. પહેલાંની જેમ મને હવે કંપારી કે અરેરાટી નથી થતી. અનુકંપા થાય ત્યારે હું એને સ્મિત આપી દઉં છું. એનામાં રહેલી હિંમત અને ધીરજની હું ચાહક