રંગીલો મ્હારો રાજસ્થાન : ભાગ ૧

  • 6.4k
  • 3
  • 1.6k

“કેસરિયા બાલમ આઓ નિ, પધારો મ્હારે દેસ; નિ કેસરિયા બાલમ આઓ સા, પધારો મ્હારે દેસ.” શામળાજી મંદિર રાજસ્થાન ફરવાનું નક્કી કર્યું ત્યારથી જ આ ગીત મગજમાં ઘુમ્મર લેવા માંડ્યું હતું. પાડોશી રાજ્ય હોવાને કારણે મેં નાની-નાની પાંચ રખડપટ્ટીઓ કરીને ફર્યું, પરંતુ તમને આજે એક જ વારમાં સંપૂર્ણ દર્શન કરાવવું શક્ય નહીં બને એટલે કેટલાક ભાગમાં આપણે રખડીશું. પણ આખું રાજસ્થાન રખડાવીશ એ નક્કી ! Ø પહેલું વહેલું શામળાજી : · ●એકતા દોશી● આમ તો બોર્ડર ઉપર આવેલું ગુજરાતનું સ્થળ છે, પણ મારા મતે તો રાજસ્થાન ત્યાંથી જ શરૂ થાય છે. અરવલ્લીની સુંદર પહાડીઓ વચ્ચે આવેલું અતિપ્રાચીન શામળા