ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૪  

(28)
  • 4.3k
  • 2
  • 1.6k

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૪ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવું હોય તો એવી ભારે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ જરૂરી છે. બહુ ઓછા લોકો નિયમિત વ્યાયામ, પરેજી અને પ્રયોગોથી વજન ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે કસરત એ પહેલી શરત છે. ડાયટીંગ સાથે કસરત એટલી જ જરૂરી ગણાય છે. શરૂઆતમાં ઓછી કસરત કરવાની. પછી એનો સમય વધારતા જવાનું. ભલે જીમમાં ના જાવ કે ઘરમાં બહુ પરસેવો ના પાડો. ચાલવાનું જરૂર રાખો. સ્ત્રીઓ ઘરકામ સિવાય કે પુરુષો નોકરીમાં આવ-જા સિવાય કોઇપણ પ્રકારનો વધારાનો પરિશ્રમ કે કસરત કરતા ના હોય હોય તો વજન જલદી ઘટે કે વધે પણ નહીં એવી આશા વધારે પડતી