રીવેન્જ - પ્રકરણ - 47

(192)
  • 6.2k
  • 6
  • 3.2k

રીવેન્જ પ્રકરણ-47 અન્યાએ સવારે માં પાપા ઉઠ્યા એની સાથે એમની પાસે ગઇ અને કહ્યું "હું આજે મુંબઇ જઇશ. પાપા તમે ઓફીસ જતાં મને એરપોર્ટ ડ્રોપ કરી દેજો મારી અગીયારની ફલાઇટ છે પ્લીઝ. રૂબીએ કહ્યું "દીકરા તું આવી શું ને ? જાય છે શું ? તારાં રજાનાં દિવસો તો જાણે હવા થઇ ગયાં... અમારી સાથે શું રહી ? અને હવે તારાં લગ્નની તૈયારી કરવી પડશે. સેમે કહ્યું "ઠીક છે હું સમજુ છું તારે લગ્ન પહેલાં તારુ મૂવી પુરુ કરવુ પડશે અને ખાસ વાત એ છે કે તારાં લ્ગન માટે રાજનાં પાપાએ કહેવડાવીને શરૂઆત સારી કરી પણ દીકરીનાં પેરન્ટસની રુહે