હિસાબ - (ભાગ-૨) છેલ્લો ભાગ

(95)
  • 4.3k
  • 4
  • 1.7k

હિસાબ - (ભાગ-૨)- Nidhi ''Nanhi Kalam''I.C.U. માંથી ડોક્ટર બહાર આવ્યા. ત્યાંજ લલિત, જીગર, રંજનબેન, સરોજ ટોળે વળી ગયા. સુરેશભાઈ પણ ધીમે પગલે તબિયતને કોસતાં આવી રહ્યા હતાં. ડોક્ટરે લલિતના હાથ પકડી કહ્યું, '' માફ કરશો પણ કેશવભાઈ હવે રહ્યા નથી.'' આટલું સાંભળતાં જ સરોજ ત્યાંજ ફસડાઈ પડી. રંજનબેનનું હૃદય પણ એક ધડકન ચુકી ગયું. સુરેશભાઈ જાણે નોંધારા થઈ ગયા. લલિતને પણ કારમો આઘાત લાગ્યો પરંતુ જીગરના સાથના લીધે ઝડપથી સ્વસ્થ થઈ ગયો. થોડી વાર પછી જીગરે રવિને ફોન કરી હકીકત જણાવી અને વિજય અને ભરતને લઇ બોટાદ આવી જવા કહ્યું. રવિએ, ''પપ્પા બહુ બીમાર છે એટલે જવું પડે એમ છે''