મહેકતા થોર.. - ૧૪

(20)
  • 3.1k
  • 4
  • 1.4k

ભાગ - ૧૪ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના નિયત સ્થાન પર પહોંચે છે, એનો સામાન ત્યાં જ મળે છે, રતિમાનું નામ સાંભળી વ્યોમ વિચારે ચડે છે, હવે આગળ....) રાત પડતા વ્યોમ ઊંઘી ગયો. હજુ તો સવારના પાંચ થયા હશે ત્યાં તો એના દરવાજા પર જોરજોરથી ટકોરા પડ્યા. વ્યોમ તો સફાળો ઉભો થઈ ગયો કે અત્યારે વળી કોણ ? એણે દરવાજો ખોલ્યો, કરમાકાકા ને સાથે એક વૃદ્ધ માજી હતા. કરમાકાકા બોલ્યા, સાહેબ, મને થોડું ઇમરજન્સી જેવું લાગ્યું તો હું માજીને ના ન પાડી શક્યો. વ્યોમ કઈ બોલે એ પહેલા તો સાથે આવેલા માજી જ બોલ્યા, એ સાયબ ! મારા