મારો શું વાંક ? - 29

(59)
  • 3.8k
  • 3
  • 1.5k

મારો શું વાંક ? પ્રકરણ - 29 જોત-જોતામાં બે મહિના પસાર થઈ ગયા. શકુરમિયાંની તબિયત હવે ખરાબ રહેવા લાગી હતી.... એમની ઉંમર પણ થઈ ગઈ હતી એટલે હવે શરીર પણ સાથ નહોતું દેતું. અમદાવાદમાં અનેક ડોક્ટરોને બતાવી જોયું અને હોસ્પીટલમાં દાખલ પણ કર્યા હતા... પણ એમને એવી કોઈ બીમારી નહોતી... ફક્ત ઉંમરને કારણે શરીરમાં કમજોરી આવી ગઈ હતી જેથી તે પથારીવશ થઈ ગયા હતા... ડોક્ટરે પણ હોસ્પિટલમાંથી રજા આપી દઈને છે ત્યાં સુધી તેમની સેવા કરવાનું કહી દીધું હતું. શકુરમિયાંની બધી જ દૈનિક ક્રિયાઓ પથારીમાં જ થતી હતી... જાવેદ, શબાના અને રહેમત ખડેપગે તેમની સેવામાં હતા. શકુરમિયાંની તબીયત ખૂબ લથડી