જંતર-મંતર ( પ્રકરણ : ત્રણ ) બીજા દિવસની સવારે વાસંતીએ જ્યારે એને જગાડી ત્યારે રીમા ખૂબ ફિક્કી અને નબળી લાગતી હતી. એના ચહેરા ઉપર પીળાશ દેખાતી હતી. રીમાના કમરામાં જઈને પલંગ ઉપર બેઠક જમાવતાં વાસંતીએ કહ્યું, ‘રીમા, હું આજે ઘરે કાગળ લખું છું. તેમાં તારા વિશે બધી જ વિગત લખવાની છું.’ ‘શું લખવાની તું ?’ સહેજ ચોંકીને, સહેજ ગભરાઈને રીમાએ પૂછયું ત્યારે વાસંતીએ ખૂબ ગંભીરતાથી જવાબ વાળ્યો, ‘રીમા, હું લખવાની છું કે તારી તબિયત સારી રહેતી નથી. કોઈક ભૂત-પ્રેતની ઝપટમાં આવી ગઈ છો એવી પણ શંકા...!’ વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો વાસંતી એકાએક પલંગ ઉપરથી ઊંચકાઈ-કોઈક મજબૂત