ખોવાય છે.....

(27)
  • 3.2k
  • 970

"હેલ્લો, શું થ્યું?" મી. રમણ પટેલ લગભગ બરાડી ઉઠ્યા. એમના અવાજ માં ચિંતા અને ગુસ્સો બન્ને હતાં."સર અમે એમને શોધી રહ્યા છીએ." સામેથી ડરમિશ્રિત અવાજ આવ્યો. "જલ્દી શોધી લાવો." રમણ એ ગુસ્સામાં ફોન કાપી નાંખ્યો. રમણના ધર્મપત્ની તારાબેન રડી રડીને અડધાં થઈ ગ્યાંં છે."તારા રડ નઈ હું છું ને શોધખોળ ચાલું છે, તું કેમ આટલી ચિંતા કરે છે. જો રડવાનું બંધ કરી પાણી પી..." રમણ પાણી લાવે છે. પત્ની ની આંખોમાં આંસુ જોઈને રમણ નો ગુસ્સો વધી જાય છે. એ ફોનમાં એક નંબર ડાયલ કરે છે. "હેલ્લો હું રમણ પટેલ બોલું છું, મારે એક જાહેરાત આપવી છે તમારા સમાચાર પત્રક માં." રમણ સામેવાળાની