બૈજુ ઓ બૈજુ ક્યાં ગયો ? ઓ બૈજુ ક્યાં છો ? કાબલી શેઠે સાદ પાડ્યો, જરા જલ્દી કર મારો ભાઇ આ વેપારી મહેમાનો આવ્યા છે, પેલો ચીલી ચેવડાવાળો જોયો ને ? પેલો સુપર-ડુપર વર્લ્ડ ફેમશ ચેવડો નહિ બનાવતો ? તેને ત્યાથી 500 ગ્રામ ચેવડો મારો ભાઇ તાબડતોબ જરા લઈ આવને , આ મહેમાનોને મોડુ થાય છે એટલે જરા ફાસ્ટ-ફાસ્ટ માં લાવજે, આ લે પૈસા અને જેટ સ્પીડે દોડતો પાછો આવજે મારો ભાઇ !બૈજુ બોલ્યો , હા , હા શેઠ ,આ ગયો અને આ આયો ! હમણાંજ લઇ ને પાછો આવું છું તમે જરા પણ ચિંતા ન કરો શેઠ, તમને મારા