કળયુગના ઓછાયા - ૩૪

(97)
  • 4.3k
  • 5
  • 2.1k

મીનાબેન પોતાની વાત આગળ વધારતા કહે છે...એ દિવસે હુ આણંદ આવી...મારા આશ્ચર્ય વચ્ચે પંકજરાય રેલવે સ્ટેશને મને લેવા આવી ગયા હતા ગાડી લઈને. મે તો ફક્ત આ ટ્રેનમાં આવીશ એવુ કહ્યું હતું...પણ એ તો ત્યાં હાજર જ હતા. મને કોઈ અજાણ્યા પુરૂષ સાથે આમ અજુગતું લાગતું હતું. તેમણે મને પરાણે તેમની ગાડીમાં બેસીને તેમના ઘરે આવવા કહ્યું. મે ન પાડી.મે કહ્યું મારા એક ઓળખીતા છે એમના ઘરે જતી રહીશ એવું કહ્યું પણ એ માન્યા જ નહીં....અને આખરે હુ એમની સાથે ગઈ.... હુ એમની સાથે ઘરે ગયા પછી મે સામે જ દિવાલ પર ટીગાળેલા એક ફોટા પર ગઈ....એક જાજરમાન સ્ત્રી.... જોતાંવેંત