સ્ત્રીશક્તિ

(21)
  • 1.7k
  • 2
  • 460

મિરાહી ખૂબ જ ખુશ હતી આજે. અને હોય પણ કેમ નહિ? આવતીકાલે એની મમ્મીનો જન્મદિવસ છે અને પોતે એની શાનદાર સરપ્રાઈઝ પાર્ટીના આયોજનમાં અઠવાડિયાથી મંડી પડી હતી તે આજે છેક તૈયારી પુરી થઈ હતી. મિરાહીનો પરિવાર એટલે એની વ્હાલસોયી મમ્મી. પરિવારમાં માત્ર એ માં-દીકરી બે જ. એના પપ્પા તો એ માંડ એક વર્ષની હતી ત્યારે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે તો એની મમ્મીની ઉંમર પણ 25ની આજુબાજુ હશે. બધાએ બીજા લગ્ન માટે ખૂબ જ દબાણ કર્યું હતું એની મમ્મીને. પણ એની મમ્મીએ આ બધું છોડીને માત્ર એને જ પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવ્યું હતું. મિરાહી પોતે પણ જાણતી જ