પ્રત્યાગમન - ભાગ ૮

(35)
  • 3k
  • 2
  • 1.4k

ધ્રુવના ઇન્વેસ્ટરો ને ધ્રુવ ની બિઝનેસ સેન્સ પર ખુબ વિશ્વાસ હતો તેથી તેમણે ગાંધી નગર અને સ્ટેડિયમ પર ખુબ મોટી રકમ ઈન્વેસ્ટ કરી. બધાએ તેની ખુબ તારીફ કરી પણ ફક્ત રાજેશે તેને ચેતવ્યો કે જરા ધીમો પડ. એક ટાઈમે એક જ પ્રોજેક્ટ કર જેથી તું પૂર્ણ રીતે તેમાં ધ્યાન આપી શકે. ધ્રુવે કહ્યું ચિંતા ન કરો અંકલ હું બંને જગ્યાએ પહોંચી વળીશ.રાજેશે શાંતિથી પૂછ્યું અને તારો મોલ તેના તરફ ક્યારે ધ્યાન આપીશ ? ધ્રુવે કહ્યું તેની ચિંતા નથી ત્યાં જેને જનરલ મેનેજર રાખ્યો છે તે સક્ષમ છે.સ્ટેડિયમ નું કામકાજ પણ શરુ થઇ ગયું. મધુકર પરચેઝમાં હંમેશા ની જેમ મનમાની ચલાવતો