જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 7 - છેલ્લો ભાગ

(44)
  • 3.4k
  • 4
  • 1.3k

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો પ્રકરણ - ૭ ' આવો ' સૌમ્યાએ સમ્યકને આવકાર્યો હતો. એ સમ્યક તરફ જોઈ રહી. વર્ષની અંદર સમ્યક તદ્દન નંખાઈ ગયો હતો. વાળમાં પ્રવેશી ગયેલી સફેદી, ઊંડી ઉતરી ગયેલી આંખો અને બેસી ગયેલાં ગાલને લીધે એની ઉંમર જાણે દસકો વધી ગઈ હોય એમ લાગી રહેલું. સમ્યકની હાલત જોતાં સૌમ્યાને આપોઆપ એનાં માટે સહાનુભતિ થઇ આવી હતી. સાથે- સાથે પોતાની હાલત સાંભરી આવતા આંખોમાં ધસી આવેલાં અશ્રુઓને ગોપવતા એ ઝટપટ કિચનની અંદર ચાલી ગઈ. એ પાણીનો ગ્લાસ લઈને પાછી ફરી હતી. સમ્યકે પાણી પીધા બાદ સૂર અંગે પૂછ્યું હતું તો, સૌમ્યાએ વિશ્વા-ચિરાયુના ખબર-અંતર પૂછ્યા હતા. બે -ત્રણ વાક્યની