ઓપરેશન દિલ્હી - ૩

(42)
  • 3.6k
  • 5
  • 2k

બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ મનાલી ફરવા નીકળ્યા આજે એ બધા હિડિંબા ટેમ્પલ,મનુ ટેમ્પલ અને જોગીની વોટરફોલ જોવા જવાના હતા.સૌથી પહેલા એ લોકો હિડિંબા દેવી ટેમ્પલ જોવા ગયા.હિડિંબા ટેમ્પલ એ મનાલીના દેવદાર ના જંગલો મા આવેલું છે. એ મંદિરનું નિર્માણ કુલ્લુ ના રાજા બહાદુર સિંહ બનાવ્યું હતું. મંદિરની બનાવટ એ લોકોને પોતાની તરફ આકર્ષે એટલી સુંદર અને આકર્ષક છે મંદિરના ગર્ભગૃહમાં માતા હિડિંબાના ચરણ પાદુકા છે. ત્યાં ગણેશ અને દુર્ગા માતાની મૂર્તિ પણ છે. આ મંદિરની આજુબાજુ માં એક અલગ જ ખુશનુમાં વાતાવરણ જોવા મળે છે. બધા લોકો આ મંદિરના દર્શન કરી તેના દ્રશ્યો અને પોતાને કેમેરા તથા મોબાઇલમાં