ભાવનગર જિલ્‍લાનાં વિશિષ્‍ટ ભીંતચિત્રો

(21)
  • 5k
  • 1.2k

ભારત દેશ સદીઓથી સુસંસ્‍કૃત રહ્યો છે. લલિતકલાઓ છેક ઈસવી સન પૂર્વેના સમયથી આ દેશમાં અસ્‍તિત્‍વમાં હતી. ચિત્રકલાની વાત કરીએ તો ઈ.સ. પૂર્વે બીજી સદીથી ઈસુની સાતમી સદી એટલે કે નવસો વર્ષના ગાળામાં અજંતાની ગુફાઓમાં આલેખાયેલાં ભીંતચિત્રોને ભારતીય ચિત્રશૈલીના પાયાની ઇંટ ગણી શકાય.એ ૫છી આઠમી અને નવમી બે સદીઓનો ગાળો ચિત્રકલા માટે અંધકારયુગ બન્‍યો. એ સમયમાં પ્રલંબ ભીંતચિત્રો લુપ્‍ત થયાં અને તાડ૫ત્રો ૫ર ચિત્રોની ૫રં૫રા શરૂ થઈ.આમ, અનેક ચડાવ-ઉતારમાંથી ૫સાર થતી ચિત્રકલાએ ભાવનગર જિલ્‍લામાં જે ઐતિહાસિક ચિહ્‌નો મૂકયાં છે આજે એની વાત કરવી છે. ભાવનગર જિલ્‍લાના શિહોર ખાતેના દરબારગઢમાં કમાંગરી શૈલીનાં અને તળાજા નજીક ગો૫નાથ તથા મહુવામાં સલાટી-શિલાવત શૈલીનાં ભીંતચિત્રો સચવાયાં