જાણે-અજાણે (40)

(79)
  • 5.4k
  • 6
  • 2.8k

નવાં સૂરજની રાહમાં કૌશલ અને રેવા બંને માત્ર આકાશ તરફ જોતાં રહ્યાં. ઘણાં સમય પછી એક સકારાત્મક પહેલ પ્રસરી રહી . અને જોતજોતામાં સવાર થઈ ગઈ. આ સવાર કેટલી નવી શરૂઆત લઈ આવશે તે સમય આધારીત હતું. ઘણાં દિવસો પછી એક જોઈતી સવાર પડી. સૂર્યની કિરણોમાં એક અનુભવાય તેવી ગરમાહટ હતી. રેવા એકંદરે ખુશ હતી. મનોબળથી એટલી સક્ષમ હતી કે ઘરની બહાર પગ મુકી શકે. અને પ્રકૃતિ કે અન્ય કોઈપણની સામે આંખથી આંખ પરોવી વાત કરી શકે. બીજી તરફ કૌશલ માટે પણ મહત્વની સવાર બની ચુકી હતી. પોતાની વાતોથી કંઈક તો અસર થયો હશે