પ્રત્યાગમન - ભાગ ૪

(29)
  • 2.5k
  • 3
  • 1.5k

ધ્રુવ નો કોલેજ નો આજે છેલ્લો દિવસ હતો. થોડા દિવસ પછી પરીક્ષા અને પછી રિઝલ્ટ. તેના પછી ઘણા બધા મિત્રો એવા હતા કે જેમને તે કદી પણ મળી નહિ શકે. દરેક જણ એકબીજા સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોલેજ પછી શું પ્લાન છે . કોઈ એમ બી એ કરવાનું હતું તો કોઈ સી એ તો કોઈ નોકરી. ધ્રુવ ને મિત્રોએ પૂછ્યું તો તેણે કહ્યું હું દુકાને બેસીશ . રાકેશે મજાક કરતા કહ્યું કે જો દુકાને જ બેસવાનું હતું તો ૩ વરસ શું કામ બગાડ્યા ? ધ્રુવે કહ્યું રાકેશ આટલું ભણીને કોઈની પાસે નોકરી કરવા કરતા મારી દુકાન ને આગળ