કળયુગના ઓછાયા - ૨૭

(95)
  • 3.9k
  • 7
  • 2.2k

આસ્થા અને રૂહી એકબીજા સામે જોઈ રહ્યા છે...કે આ કોણ છે ?? એકબીજાને આખોથી પુછી રહ્યા છે.... સામે આવેલી એ વ્યક્તિ એટલે અનેરી....તેનુ નામ જ અનેરી નહોતી, હતી પણ અનેરી જ.... પહેલાં તો ધડામ કરતા આવી રૂમમાં કંઈ પણ વિચાર્યા વિના કે રૂમમાં કોઈ હશે....બીજુ તેનો સામાન જોતા લાગી રહ્યું છે કે જાણે મોટી ટુર પર જવાની હોય...મોટી મોટી બે બેગ...બીજા ત્રણ થેલા... હોસ્ટેલ મા એક વ્યક્તિ માટે આટલો સામાન ?? અને દેખાવ ??....અનેરી થોડી નીચી.‌.આમ ચહેરો રૂપાળોને ક્યુટ...પણ માથામાં બે ચોટલા વાળેલા...સાથે ગળામાં એક રૂદ્રાક્ષ ની માળા, હાથમાં છ છ વીટીઓ નંગવાળી...એવુ જ હાથમાં પણ મણકા અને નંગવાળુ બ્રેસ્લેટ.....