મધુકર ના નામે બે ફ્લેટ અને ઓફિસ હતી તે બેન્કે જપ્ત કરીને નીલામ કરી . ઇલાબેન , મૃણાલ અને ધ્રુવ વિરાર રહેવા આવી ગયા. ધ્રુવ હજી સમજણો થયો નહોતો તે માંડ ૩ વરસનો હતો . વિરાર આવ્યા પછી થોડા દિવસ તો મૃણાલ ને ખબર નહોતી પડી કે તેના જીવનમાં આ શું થઈ રહ્યું છે પણ ધીમે ધીમે સમય ગયો તેમ તે આઘાત માં થી બહાર આવી. દુકાન નું ભાડું ખુબ ઓછું હોવાથી ઘર ચાલવું મુશ્કેલ બન્યું. શરૂઆત માં મૃણાલ ના ભાઈએ થોડી મદદ કરી પણ પત્નિના દબાણ હેઠળ તેણે પોતાના હાથ તંગ કરી દીધા. મધુકર ના ગયા ને ૬ મહિના