મારો શું વાંક ? - 22

(52)
  • 3.8k
  • 5
  • 1.8k

રહેમતનાં ગયા પછી એનો બાળક જેવો માસુમિયત ભર્યો ચહેરો જ દાનીશની નજર સામે સતત તરવરતો હતો. એને સતત રહેમતનાં જ વિચારો આવતા હતા. એક અરસા પછી શાયમા સિવાય બીજી કોઈ છોકરી વિશે દાનીશને ખ્યાલ આવ્યો હતો. દાનીશ ફરીથી શાયમાનું નામ આવતાં શાયમાનાં વિચારોમાં ખોવાઈ ગયો.... લગભગ તેર વર્ષ પહેલા કોલેજમાં શાયમા અને દાનીશ એકબીજાને મળ્યા હતા. બંને એક જ ક્લાસમાં હતા. બુક્સની આપલે કરતાં દોસ્તી થઈ અને એ ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ એ એકબીજાને ખ્યાલ પણ ના રહ્યો.