વેલુ ભંગારીયો

(13)
  • 2.4k
  • 1
  • 696

વેલુ ભંગારીયાના ચેહરા પર આજે કંઇક ગજબની જ ચમક દેખાતી હતી. લઘરવઘર કપડાંની એ જાણે પેલી વાર ચિંતા કરતો હોય એમ હાથથી ફાટેલી પેન્ટ ને ફટકારીને રજ ખંખેરતો એ ઘરમાં દાખલ થયો. ‘ભીખી ય પોચતી જ હશે. આવશે ને તરત જ ખુશખબર આપીશ. રાજીની રેડ થઇ જશે.’ વેલુએ સ્વગત જ બબડતા બબડતા પંખાની સ્વીચ ચાલુ કરી. મરી જવાના વાંકે ચાલતો વર્ષોનો વફાદાર પંખો ગરમ હવા ફેંકવા લાગ્યો. ‘આસોના તડકા ય ખરા આકરા પાણીએ છે. બચારા પંખાનો ય કેટલો વાંક કાઢવો?’ એણે વેધક નજરે બાકોરા વાળી છત તરફ જોયું. પાઈપના ટેકે ગોઠવેલ તાડપત્રી અને એના પર ટેકવેલા સુકાયેલા નારીયેલના ફડાથી બનેલી