હેલ્લારો.... ફિલ્મ સમીક્ષા

(44)
  • 6.2k
  • 1
  • 1.8k

હેલ્લારો ........ ગુજરાતી ચલચિત્ર..------------------------------------------------------------------------------છેલ્લા કેટલાક સમયથી રજુ થતા ગુજરાતી ચલચિત્રોમાં અગાઉના ચલચિત્રોની સરખામણીમાં આમૂલપરિવર્તન દેખાય છે.ફિલ્મ ના કન્સેપ્ટ, ગીત, સંગીત, અભિનય ને ફિલ્માંકન માં પણ આજના સાંપ્રત સમયને અનુરૂપ અને આંખને ખટકે નહીં એવા ચિત્રો હવે સતત આવી રહ્યા છે. પ્રેક્ષકો પણ આ બાબતે રૂચિ દાખવતા હોઈ, હાલ તો ગુજરાતી ફિલ્મ્સ માટે સોનેરી કાળ છે તેમ કહેવું અતિશયોક્તિ ભર્યુ જણાતું નથી.ગઈકાલે ફેમીલી સાથે જેની રાહ જોઈ રહ્યા હતા તે "હેલ્લારો" જોઈ.ખુબજ કાળજીપૂર્વક કંડારેલ બેનમૂન ફિલ્મ છે.કચ્છ જેવા ઉજ્જડ રણ વિસ્તારમાં ફિલ્માવેલી આ ફિલ્મ કલાની દ્રષ્ટિએ છીપમાં ઝીલાયેલ અમૂલ્ય મોતી જેવી જણાઈ છે.યુગોથી દુનિયામાં નારી પ્રત્યે ઉપેક્ષા રહી છે. માણસ નારી