રિવેન્જ - પ્રકરણ - 36

(213)
  • 6.9k
  • 11
  • 3.7k

પ્રકરણ - 36 અન્યા ગંભીરતાથી સાંભળી રહી હતી એણે આંખનું એક મટકું નહોતું માર્યું. રાજવીરે વાત આગળ વધારતાં કહ્યું "ડોલ મોમે એનું ધાર્યું કર્યું અને પાપા અને મોમ વચ્ચે સંબંધો સાવ જ વણસી ગયાં. મોમની ઓફબીટ અને મોટીવેશનલ મૂવી ખૂબ પસંદ પડવા માંડી એમાં એને સફળતા મળવા માંડી અને ઘરમાં પૈસો આવવા માંડ્યો. પાપા મોમનો એક રૂપિયો નહોતાં લેતાં. અચાનક એક દીવસ ખૂબ મોટો ટર્નીંગ પોઇન્ટ આવ્યો એમાં એક સાથે બે પ્રસંગ બની ગયાં. માં ને એક હરિયાળી ક્રાંતિ માટેની કોઇ ફીલ્મ મળી જે રાજ્ય સરકારનાં સહકારથી બનવાની હતી અને સમગ્ર રાજ્યનાં ખેડૂતો અને લોકો માટે હતી ખેતી