ડેવિલ રિટર્ન-2.0 - 1

(322)
  • 10k
  • 26
  • 4.7k

ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે. રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી શહેરીજનોની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે.