સપનું

(22)
  • 6.6k
  • 1
  • 2.9k

ધરા વરંડામાં બેઠી હતી. સવારની ચ્હા પીતા પીતા ન્યુઝપેપર વાંચી રહી હતી. આખું ન્યુઝપેપર પેલા નરાધમોએ આચરેલા કૃત્ય અને એની ભોગ બનેલી નિર્દોષ સગીરાના સમાચારની વિગતોથી ભરેલું હતું. ધરાની મનોદશા એ દરેક સ્ત્રી જેવી હતી જે આજે આ કહેવાતા સભ્ય અને સંવેદનશીલ સમાજમાં પોતાને લાચાર અને બેબસ અનુભવી રહી હતી. એ નરાધમો પ્રત્યેનો આક્રોશ, ઘૃણા , તિરસ્કારની સાથે સાથે એ સગીરા અને એના પરિવારજન પ્રત્યેની સહાનુભૂતિની લાગણીથી એનું મન વિચલીત હતું. એણે ગુસ્સામાં પેપર વાળી ટેબલ પર મુક્યું. એટલાંમાં એની નજર બહાર બગીચામાં પડી. એનો માળી આજે રજાનો દિવસ હોવાથી એનાં દીકરા અને દીકરીને સાથે લાવ્યો હતો. બન્ને બાળકો બગીચામાં