પ્રત્યાગમન - ભાગ ૧

(36)
  • 4.7k
  • 6
  • 1.9k

વર્ષ ૧૯૯૦ બોરીવલી ના પોતાના ફ્લેટ ની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . વિરાર ની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટ માં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલી માં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદ ની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે. મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચ થી આવીને વિરાર માં વસ્યા હતા. પહેલા દુકાન માં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણા