દેરવટું

(94)
  • 4.3k
  • 5
  • 1.3k

સાદુળ ને ગયા આજે બાર દિવસ થઈ ગયા. આજે તેનું બારમું પણ ઉકલી ગયું. આટલા દિવસ કુટુંબ, સગા વહાલા નાં આવન-જાવન અને રોકકળથી ઘર ગાજતું હતું. બારમાની વિધી પતી અને સૌ ધીમે ધીમે વિખેરાવા લાગ્યા. ઘરમાં છેલ્લે વધ્યા સાદુળ ના વિધવા અને સાદુળ ના અવસાનથી રડી રડીને ખોખલું થઈ ગયેલા બા, અડવા નાક, કાન અને ગળા વાળી ને સૂઝી ગયેલી આંખો વાળી સાદુળ ની વિધવા પત્ની કંચન, જેને વહેવાર કે હિસાબ કિતાબ અને દુનિયાદારીની કશી જ ખબર નથી પડતી ને નકરો રાત દિવસ ખેતીમાં મજૂરની જેમ કામ કર્યા કરે તે સાદુ‌‌ળ નો ભાઈ શંભુ