શિયાળાની વાનગીઓભાગ- ૩સંકલન - મિતલ ઠક્કરએક કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. કેમકે શરીરની આખા વર્ષની શક્તિ અને ઘસારાની પુર્તિ માટે શિયાળાના પાક શ્રેષ્ઠ ગણાય છે. શિયાળામાં ચ્યવનપ્રાશ, કચરિયુ, અડદિયાપાક, મેથી પાક, સૂંઠના લાડૂ, ગુંદર પાક, ખજૂરના લાડૂ જેવી વાનગીઓ ઠંડી સામે શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે. એ ખાસ નોંધી લો કે કોઈ પણ શિયાળુ પાક બનાવતી વખતે તેમાં થોડો અડદનો લોટ શેકીને ઉમેરવાથી પાક સ્વાદિષ્ટ બનશે. આ વિવિધ પાક બનાવવા માટે સમય વધુ જાય એટલે આજની દોડધામની જિંદગીમાં લોકો પોતે બનાવતા નથી. પણ કેટલીક એવી પણ વાનગીઓ છે જે ઘરે બનાવવી સરળ છે અને તેને ખાવાની મજા પણ આવે છે. આપણા શાસ્રોમાં જ્યારે વાતાવરણ