પાનીપત - ફિલ્મ રીવ્યુ

(27)
  • 5k
  • 1.1k

પાનીપત : યે યુદ્ધ યાદ રહેગા, મગર યે ફિલ્મ...આપણને ઐતિહાસિક ફિલ્મો જોવી ગમે છે પરંતુ એક શરતે , એ ફિલ્મ સંજયલીલા ભણસાલીએ બનાવેલી હોવી જોઈએ. 'બાજીરાવ મસ્તાની' ફિલ્મ હજી આપણે ભૂલ્યા નથી અને 'રામલીલા' ફિલ્મનો નશો હજી ઉતર્યો પણ નથી. એટલે કે ભણસાલી બેનરે એક લેવલ સેટ કરી દીધું. હવે એ લેવલની ફિલ્મ, એ અંદાજમાં ન બતાવવામાં આવે તો, સ્વભાવિક છે એ ફિલ્મ યાદગાર તો ન જ બને. હા, વાત કરી રહ્યો છું ફિલ્મ પાનીપત. ગયા શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ કઈ ખાસ ચર્ચા જગાવી ન શકી. સંજય દત્તને હિસાબે ફિલ્મ થોડી જીવતી રહે છે. હવે આવી ફિલ્મોમાં દર્શકોને જકડી કઈ