આગલા ભાગમાં આપણે જોયુ કે જયરાજ અને નિખિલ જાસ્મીનના ઘેર જાય છે પણ નિરાશ થઈને પાછા ફરે છે, હસીના એના ખૂની ખેલમાં અનુષ્કાનો શિકાર કરવાની હોય છે, જયરાજને ચા પીતા અચાનક મગજમાં કંઈક ઝબકારો થાય છે અને એ કહે છે કે પડી ગઈ ખબર કે હસીના હવે કોનો શિકાર કરવાની છે? !!હવે આગળ, જયરાજ : ખબર પડી ગઈ મને કે હસીના હવે કોનો શિકાર કરવાની છે... દિલીપ : અચ્છા સાહેબ કોનો કરવાની છે?? જયરાજ : અનુષ્કા... મારી ભાણીનું નામ પણ અનુષ્કા જ છે... દિલીપ : (આશ્ચ્રર્ય સાથે )અરે સાહેબ શું બોલો છો, હસીના તમારી ભાણીને મારવાની છે?? જયરાજ : દિલીપ ડોબા મારી ભાણીને મારવાની વાત