વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-20)

(23)
  • 2.6k
  • 2
  • 1.3k

પ્રકરણ – 20 એ પાને લખેલું હતું- તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે. બહુ મોટું જોખમ છે. આજે સાંજે સાડા પાંચે જયમંગલ BRTS પાસે આવજો. કાર લઈને આવજો. હું વીગતે વાત કરીશ. વિનયકુમારના ડોળા બહાર નીકળી ગયેલાં. “ફિગર બરાબર છે ને, સર?” વિનયકુમાર તેની સામે તાકી રહ્યા. એણે ચોપડો પાછો લીધો. અમુક ક્ષણોમાં તે વિદ્યાર્થીઓની ભીડમાં ખોવાઈ ગઈ. અડધી મિનિટ સુધી વિનયકુમાર એમ જ ઊભા રહ્યા. તેમને આમ મૂર્તિવત્‌ ઊભેલા જોઈને બે-ત્રણ છોકરીઓ જરા હસી ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આમતેમ નજર દોડાવી પણ પેલી છોકરી ક્યાં મળી નહિ. તેઓ ફરી વર્ગમાં દાખલ થયા. અમુક છોકરાંછોકરીઓ બેઠાં હતા.