એક મહિનાની અંદર તો રહેમત પાકકું ટ્રેક્ટર ચલાવતા શીખી ગઈ. મોટા વેપારીઓ સાથે ખેત-પેદાશોનાં સોદા કરતાં પણ ધીરે-ધીરે શીખી ગઈ. રહેમતને આ રીતે કામ કરતાં જોઈને હવે શકુરમિયાંને થોડોક હાશકારો થયો હતો. તલ અને કપાસનાં પાકનાં સોદાઓ મહેશ શેઠ હારે આ વખતે રહેમતે ખૂબ સારી રીતે પાર પાડ્યા હતા. પાકનાં સોદાઓ પાર પડી ગયા પછી સુમિત બોલ્યો... કેમ શકુર કાકા ! મેં કીધું તું ને કે એક જ મહિનામાં આપણાં રહેમતબેન આ બધું કામ શીખી જાશે અને આજે એમણે એ વાત સાબિત કરી દીધી...